'મને જુનો સમજીને ફિલ્મમાં ના લીધો' વેલકમ 3 પર બોલ્યા 72 વર્ષીય નાના પાટેકર
બોલીવુડ એક્ટર નાના પાટેકર લગભગ 5-6 વર્ષ પછી મોટા પડદે વાપસી કરી રહ્યા છે. નાનાને ફિલ્મ 'દ વેક્સીન વોર'માં જોવાશે. જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
આ ફિલ્મના ટ્રેલર લોન્ચમાં નાના પાટેકરે પોતાની વાપસીને લઈને વાત કરી. તે ઉપરાંત તેમને પુછાયું કે ફિલ્મ વેલકમ 3માં તે કેમ નજરે નહીં આવી રહ્યા?
તેમને પુછાયું કે, 'આપને હિંદી ફિલ્મમાં 5 કે 6 વર્ષ પછી જોઈ રહ્યા છીએ. ઈંડસ્ટ્રી તમને અપનાવી રહી છે કેવી ફિલ્મ કરતા નજરે પડશો?' તેમણે કહ્યું, ઈંડસ્ટ્રી મારા માટે ક્યારેય બંધ ન્હોતી.
થોડા દિવસ પહેલા જ વેલ્કમ 3નું એલાન થયું તેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ઘણા સ્ટાર્સ નજરે પડ્યા.
તેવામાં નાનાને પુછાયું કે વેલ્કમનો તે હિસ્સો નથી તો શું થયું તેમની સાથે? નાનાએ કહ્યું, તેમને લાગે છે અમે જૂના થઈ ગયા છીએ કદાચ એટલે અમને નથી લીધા.
તરત ડાયરેક્ટર વિવેક અગ્નીહોત્રી તરફ ઈશારો કરતા કહ્યું, આમને લાગે છે કે હજુ અમે જુના નથી થયા તેથી લઈ લીધા. સિંપલ છે.