Taapsee Pannu Wedding: તાપસી પન્નુ પણ બનવા જઈ રહી છે દુલ્હન!, બોયફ્રેન્ડ સાથે ફરશે સાત ફેરા
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તાપસી પન્નુ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
રિપોર્ટ્સનું માનીએ તો તાપસી પન્નુ બોયફ્રેન્ડ Mathias Boe સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંને ધૂમધામથી શીખ-ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરશે.
તાપસી પન્નુ અને જાણીતા બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો (Mathias Boe) છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ હવે બંને પોતાના સંબંધોને એક પગલું આગળ લઈ જવા માટે તૈયાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેથિયાસ બો અને તાપસી પન્નુ ટૂંક સમયમાં ઉદયપુરમાં ભવ્ય લગ્ન કરશે.
આ કપલ શરૂઆતથી જ તેમના સંબંધોને લાઈમલાઈટથી દૂર રાખે છે. આવી સ્થિતિમાં તેમના લગ્ન પણ ઈન્ટીમેટ સેરેમનીમાં થશે, જેમાં ફક્ત પરિવાર અને નજીકના લોકો જ હાજરી આપશે.
લગ્નના અહેવાલો પર તાપસીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, 'મેં મારી પર્સનલ લાઈફને લઈને ક્યારેય કોઈ સ્પષ્ટતા આપી નથી અને ન તો ક્યારેય આપીશ.'
જાન્યુઆરી 2024માં એક પોડકાસ્ટમાં વાત કરતી વખતે તાપસી પન્નુએ કહ્યું હતું કે તેનો તેના બોયફ્રેન્ડ મેથિયાસ બોને છોડવાનો કોઈ ઇરાદો નથી, કારણ કે તે આ રિલેશનમાં ખૂબ જ ખુશ છે.
તાપસીએ એ પણ કહ્યું હતું કે તે બોલિવૂડ ડેબ્યુ દરમિયાન મેથિયાસ બોને મળી હતી. ત્યારથી બંને સાથે છે.