9 રૂપિયામાં 140 KMની સફર, ભારતમાં લોન્ચ થઈ આ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક

Arrow

@social media

ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક વાહનોની ડિમાંડ વધી રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર સેગ્મેંટમાં નવા બ્રાંડ્સની એન્ટ્રી થઈ રહી છે. દિગ્ગજ પ્લેયર્સ ઉપરાંત નવા સ્ટાર્ટઅપ્સે આ રેસને વધુ રોમાંચક બનાવી છે.

Arrow

કોમાકીના સહયોગી બ્રાંડ ઈલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ mXmotoએ પોતાના પહેલા વાહન તરીકે ઈલેક્ટ્રીક બાઈક mX9 ને વેચાણ માટે લોન્ચ કર્યું છે.

Arrow

આકર્ષક લુક અને દમદાર બેટરી પેકથી લેસ આ બાઈકની શરૂઆતી કિંમત 1.46 લાખ રૂપિયા, એક્સ-શોરૂમ નક્કી કરાઈ છે.

Arrow

આ બાઈકમાં LED ડીઆરએલ, LED ટર્ન ઈંડિકેટર્સ અને બંને છેડા પર ડિસ્ક બ્રેકના સાથે રાઉન્ડ-શેપ એલઈડી હેડલાઈટ્સ અપાઈ છે.

Arrow

કંપનીનો દાવો છે કે આ સિંગલ ચાર્જમાં 140 કિલોમીટર સુધી ચાલે છે, આ બે રંગના વિકલ્પોમાં ઉપલ્બ્ધ છે. એક ડુઅલ્ટોન ગ્રે અને બીજુ બ્લેક ફિનિશ.

Arrow

કંપની અનુસાર, mX9માં 3.2 kWhની ક્ષમતાની LIPO4 બેટરી પેક મળે છે, અને આ બેટરી 120-140ની રેંજ આપી શકે છે.

Arrow

આ ઈલેક્ટ્રિક બાઈકમાં કંપનીના 4000 વોટની ક્ષમતાની હબ મોટર આપી છે જે 148 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે.

Arrow

mXmotoએ આ બાઈકમાં 17 ઈંચના વ્હીલ વાપર્યા છે. 60 AMP કંટ્રોલરથી લૈસ આ મોટરસાઈકલમાં રિજનરેટિંગ બ્રેકિંગ અને એનર્જી સેવિંગ ફિચર્સ અપાયું છે.

Arrow

બાઈકના ફીચર્સમાં નેવિગેશન સાથે એક ટીએફટી સ્ક્રીન, એપ ઈંટીગ્રેશન સાથે એક સાઉન્ડ સિસ્ટમ, ક્રૂઝ઼ કંટ્રોલ, રિવર્સ અસિસ્ટ, એંટી-સ્કિડ/હિલ આસિસ્ટ અને પાર્કિંગ આસિસ્ટ શામેલ છે.

Arrow

આ બાઈકની બેટરીને પુરી રીતે ચાર્જ કરવામાં અંદાજે 4 કલાક થાય છે અને તેની ટોપ સ્પીડ 80km/કલાક છે.

Arrow

રેસિંગ બાઈક્સની જેમ જ તરત આમાં મોનોશૉક સસ્પેંશન આપ્યું છે, કંપનીનું કહેવું છે કે તેની એનર્જી સેવિંગ ટેક્નોલોજી આઉટપુરને 16 ટકા વધારે છે.

Arrow

કંપનીનો દાવો છે કે, તેની બેટરીને ફુલ ચાર્જ થવામાં 1.5 ટુનિટ વીજળી ખર્ચ થશે. દિલ્હીમાં 6 રૂપિયા પ્રતિયૂનિટના હિસાબથી તમને 9 રૂપિયામાં જ ખર્ચ કરવા પડશે.

Arrow

ડિવોર્સ બાદ બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે 37 વર્ષનો એક્ટર, જાણો કોણ છે દુલ્હન?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો