આ ફિલ્મથી મૃણાલ ઠાકુર રાતોરાત બની મોટી સ્ટાર, જાણો કેટલી છે નેટવર્થ

Arrow

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ટીવીમાં ડેબ્યૂ કર્યું અને બોલિવૂડમાં મોટું સ્થાન મેળવ્યું.

Arrow

આ યાદીમાં અભિનેત્રી મૃણાલ ઠાકુરનું નામ પણ સામેલ છે.  

Arrow

મૃણાલ ઠાકુરનો જન્મ 1 ઓગસ્ટ 1992ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. અભિનેત્રીએ મુંબઈની કિશનચિંદ ચેલારામ કોલેજમાંથી માસ મીડિયાનો અભ્યાસ કર્યો છે.

Arrow

31 વર્ષની મૃણાલ ઠાકુરનું નામ આજે બી-ટાઉનની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે.

Arrow

મૃણાલે તેની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 2012માં ટીવી સીરિયલ 'મુઝસે કુછ કહેતી...યે ખામોશિયાં'થી કરી હતી. આ પછી તે ઘણી સિરિયલોમાં જોવા મળી.

Arrow

પરંતુ મૃણાલને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખરી ઓળખ ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'થી મળી હતી. આ સિરિયલમાં તેણે મુખ્ય અભિનેત્રી સૃતિ ઝાની નાની બહેન બુલબુલની ભૂમિકા ભજવી હતી.  

Arrow

મૃણાલ ઠાકુરની કારકિર્દીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેણે વર્ષ 2018માં ઈન્ડો અમેરિકન ફિલ્મ 'લવ સોનિયા' સાઈન કરી. આ ફિલ્મથી તેણે આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી.  

Arrow

આ ફિલ્મ પછી તેને બોલિવૂડમાંથી ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. વર્ષ 2019માં 'સુપર 30' અને 'બાટલા હાઉસ'માં કામ કર્યું.

Arrow

મૃણાલ ઠાકુર 33 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકી ધરાવે છે. મૃણાલ ઠાકુરની પ્રતિ માસ 50-60 લાખ રૂપિયાની આસપાસ કમાણી કરે છે

Arrow