'સુસાઈડ કરી લઉં', 'તારક મહેતા'ના સેટ પર એક્ટ્રેસ થઈ ટોર્ચર, કહ્યું અસિત મોદીનું સત્ય

Arrow

@instagram/monika_bhadoriya

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી શો ઘણા વિવાદોમાં આવી રહ્યો છે.

Arrow

હમણાં જ જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી પર ગંભીર આરો લગાવ્યા હતા.

Arrow

હવે અસિત મોદી પર મોનિકા ભદૌરિયા એટલે કે શોની 'બાવરીજી'એ ગંભીર આરોપ લગાવ્યા છે.

Arrow

મોનિકાના કેરેક્ટર 'બાવરીજી'ને કોણ નથી ઓળખતું પણ તેણે 2019માં શો છોડી દીધો હતો.

Arrow

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચિતમાં તેણે પોતાની આપવીતિ જણાવી છે.

Arrow

મોનિકા કહે છે કે, 'શો છોડ્યા પછી મને ત્રણ મહિના બાકી 4-5 લાખ રૂપિયા ના આપ્યા'

Arrow

'1 વર્ષ રૂપિયા માટે લડતી રહી, તેમણે શો છોડનારા એક્ટરના રૂપિયા રોકી રાખ્યા છે'

Arrow

સેટ પરના વર્તન અંગે કહ્યું, 'મારી માતાની કેન્સરની સારવાર ચાલી રહી હતી ત્યારે સવારે શૂટિંગમાં બોલાવતા, જ્યારે ત્યાં મારું વધુ કામ ન્હોતું.'

Arrow

તેણે કહ્યું કે, 'તેઓ કહેતા કે, સેટ પર આવવું પડશે, પછી ચાહે માતા એડમિટ હોય કે કોઈ બીજું'

Arrow

'અસિત મોદી સેટ પર સહુને કહેતા કે હું ભગવાન છું, મારી સાથે ગેરવર્તન કરતા હતા લોકો'

Arrow

'આમના સેટ પર ગુંડાગીરી છે જે હું કહી નથી શકતી. મારી માતા ગુજરી ગઈ પણ અસિત મોદીએ એક વાર કોલ કર્યો ન્હોતો'

Arrow

'જ્યારે બાબતો હદથી વધી તો મેં શો છોડી દીધો, એવું વિચારીને કે આવી જગ્યાએ કામ કરવાથી સારું છે કે હું સુસાઈડ કરી લઉં'

Arrow

એક્ટ્રેસનો દાવો કેટલો સાચો છે કે ખોટો તે અંગે અસિત મોદીનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Arrow