અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન

ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં એક્ટ્રેસ મલાઈકા અરોરાએ ખુલીને પોતાની લવ લાઈફ વિશે વાત કરી હતી.

ઈવેન્ટમાં એક્ટ્રેસે અર્જુન કપૂર સાથે ક્યારે લગ્નના બંધનમાં બંધાવાની છે તેના પર ખુલાસો કર્યો હતો.

મલાઈકા મુજબ, ડિવોર્સ બાદ અર્જુન કપૂરે તેના જીવનમાં પ્રેમના રંગો ભરી દીધા છે અને તે ખુશીઓ લઈને આવ્યો છે.

તેણે કહ્યું, અમારી વચ્ચે ઉંમરનું અંતર છે, પરંતુ અમને એકબીજા સાથે રહેવું પસંદ છે.

લગ્નની વાત પર મલાઈકાએ કહ્યું, હાલમાં અમે પોતાની રિલેશનશીપ એન્જોય કરી રહ્યા છીએ.

લગ્ન ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે તેના પર હાલ કંઈ નહીં કહી શકું, અમે પ્રી-હનિમૂન પીરિયડ પર છીએ.

મલાઈકાએ કહ્યું, જો લોકોને અમારી રિલેશનશીપ ખોટી લાગે તો તે તેમની ભૂલ છે. મને ફરક નથી પડતો.

વધુ વાંચો