મલાઈકાએ અર્જુનની પ્રાઈવેટ ફોટો શેર કરી દીધી, લખ્યું- 'મારો લેઝી બોય'

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ ઈન્ટરનેટ પર અર્જુન કપૂરની પ્રાઈવેટ ફોટો શેર કરી છે.

આ ફોટોમાં અર્જુન બ્લેક શોર્ટ્સ પહેરીને દેખાઈ રહ્યો છે અને સોફા પર બેઠેલો છે.

મલાઈકાએ અર્જુનની આ પ્રાઈવેટ ફોટો શેર કરતા લખ્યું છે, મારો લેઝી બોય.

મલાઈકાએ આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા જ તે આગની જેમ વાઈરલ થઈ ગઈ છે.

આ તસવીરને લઈને હવે સોશિયલ મીડિયા યુઝર્સ મલાઈકાને ટ્રોલ કરી રહ્યા છે.