58 વર્ષે પણ એકદમ ફિટ છે ટીવીના 'કૃષ્ણ', બોડી જોઈને જુવાનિયા પણ શરમાઈ જશે

1993માં રામાનંદ સાગરની સીરિયલ 'કૃષ્ણા'માં જોવા મળેલા એક્ટર સર્વદમન બેનર્જી એકદમ બદલાઈ ગયા છે.

સર્વદમને ભગવાન વિષ્ણુ, કૃષ્ણ અને નારાયણનું પાત્ર આ શોમાં ભજવ્યું હતું અને ઘરે-ઘરે જાણીતા બન્યા હતા.

ટીવીના 'કૃષ્ણ'ના નામથી જાણીતા સર્વદમનનો લૂક એકદમ બદલાઈ ગયો છે, તે ફીટનેસનું ખાસ ધ્યાન રાખે છે.

એક્ટર 58 વર્ષના છે અને આ ઉંમરે પણ જિમમાં જઈને જબરજસ્ત વર્કઆઉટ કરે છે.

તેમને ઘણીવાર પોતાના ટ્રેનર સાથે વર્કઆઉટ કરતા જોઈ શકાય છે.

58 વર્ષે પણ એક્ટરની બોડી એટલી ફિટ છે કે આજના જુવાનિયાઓ પણ શરમાઈ જાય.