KBC 15માં જાણો કોણ તૈયાર કરે છે અમિતાભ બચ્ચનો લુક, કહ્યું જે પણ પહેરે છે ટ્રેન્ડ બની જાય છે.
સોની એન્ટરટેન્ટમેન્ટ ટેલિવિઝનનો ફેવરિટ ગેમ શો 'કોન બનેગા કરોડપતિ' સિઝન 15 માટે 14 ઓગસ્ટના રાત 9 વાગે પ્રીમિયર માટે તૈયાર છે.
KBC 15 હોસ્ટ માટે અમિતાભ બચ્ચન ફરી આવી રહ્યા છે. અને તે ફરી પોતાના અંદાજમાં સવાલ પૂછતાં જોવા મળશે.
KBC માં બચ્ચનને ઘણી વખત શો સ્ટોપિંગ આઉટલુક પહેરતા જોવા મળ્યા છે. થ્રી પીસ શયુટ થી લઈને બરો- ટાઈઝ, સ્ટાઇલિસ્ટ સ્કાફ સહિતના આઉટફિટમાં જોવા મળ્યા છે.
KBCની તમામ સિઝનમાં બચ્ચનને સ્ટાઇલિસ્ટ લુક આપવા માટે પ્રિયા પાટિલની મુખ્ય ભૂમિકા છે. ત્યારે આ વખતે પણ સ્ટાઈલમાં અમિતાભ બચ્ચન અલગ જોવા મળશે.
તેમના શટસની વાત કરવામાં આવે તો એક દમ નાની અને દેખાઈ આવે તે પ્રકારની વિશેષતા રજૂ કરવામાં આવી છે. ક્લાસિક જોધપૂરી પર શોંલ તરફ એક ખાસ ડ્રેપ પેર છે.
અમિતાભ બચ્ચન એક લીજેન્ડ છે. હું હમેશાં તમામ લોકોને કહેતી રહું છું કે, સરને કોઈ સ્ટાઈલની જરૂર નથી હોતી. તે ખુદ જ એક સ્ટાઈલ આઈકોન છે. તે જે પણ પહેરે છે તેણે તે ટ્રેન્ડ બનાવી દે છે.