'રામાયણ'ની અજાણી વાતો: 550 દિવસ શૂટિંગ ચાલ્યું હતું, 1 એસિપોડનો રૂ.9 લાખ ખર્ચ

રામાનંદ સાગરની રામાયણને આજે 8મેએ 36 વર્ષ પૂરા થયા. 1987માં આવેલી આ સીરિયલ આજે પણ પસંદ કરાય છે.

રામાનંદ સાગર માટે રામાયણ જેવો ભવ્ય શો બનાવવો સરળ નહોતો, આ ડ્રીમ પ્રોજેક્ટને સ્પોન્સર કરવા કોઈ તૈયાર નહોતું.

આ માટે ફંડ પણ ન મળ્યું બાદમાં તેમણે 'વિક્રમ વેતાળ' શો બનાવ્યો, જે હિટ થતા સ્પોન્સર મળવા લાગ્યા.

રામાયણના એક એપિસોડને બનાવવામાં 9 લાખ આસપાસ ખર્ચ થતો, જે તે સમયમાં ખૂબ મોટી રકમ હતી.

આખી રામાયણ સીરિયલનું શૂટિંગ 550 દિવસ સુધી ચાલ્યું હતું.

લિમકા બુક ઓફ રેકોર્ડ્સ 2003ના ડેટા મુજબ રામાયણને પહેલીવાર ટેલિકાસ્ટ થતા 4 કરોડ લોકોએ જોઈ હતી.

રામાયણને 55 દેશોમાં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, તેની સફળતા જોતા તેને 3 વખત એક્સટેન્ડ કરાઈ હતી.