ડિવોર્સી, 10 વર્ષની દીકરીની માતા છે મુનવ્વરની નવી બેગમ? ધનશ્રી સાથે છે કનેક્શન

મુનવ્વર ફારુકીના બીજા નિકાહ કરવાની ચર્ચા ઉઠી છે. કહેવાય છે કે સ્ટેન્ડ-અપ કોમેડિયને ચોરીછુપી લગ્ન કરી લીધા છે.

જોકે તેમાં કેટલી સચ્ચાઈ છે આ મુનવ્વર જ કહી શકે છે. પરંતુ બીજી પત્ની કોણ છે? તે સૌ કોઈ જાણવા માંગે છે.

જાણકારી મુજબ, મુનવ્વરે બીજા નિકાહ મહજબીન કોટવાલા સાથે કર્યા છે, જે મેમણ કોમ્યુનિટીથી આવે છે.

મહજબીન એક સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે, તે સાઉથ મુંબઈના અગરીપાડા વિસ્તારમાં રહે છે.

તેને ઝલક દીખલાજા 11ના બેક સ્ટેજ વીડિયોમાં પણ જોવામાં આવી હતી.

મહજબીન ક્રિકેટર યજુર્વેન્દ્ર ચહલની ડાંસર પત્ની ધનશ્રીનો મેકઅપ કરતા દેખાઈ હતી.

પર્સનલ લાઈફની વાત કરીએ તો મહજબીન ડિવોર્સી છે અને તેની 10 વર્ષની દીકરી પણ છે.