ઘરેથી ભાગીને હોટલમાં વેટ્રેસનું કામ કરતી આ એક્ટ્રેસ, હવે બિગ બોસમાં પહોંચી

બિગ બોસ OTTમાં ધમાલ મચાવતી મનીષા રાની હાલ ચર્ચામાં આવી છે.

મનીષા રાની બિહારની રહેનારી છે અને તેનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો.

મનીષાને બાળપણથી જ ડાંસિગ અને એક્ટિંગનો શોખ હતો.

પોતાના સ્ટ્રગલ વિશે મનીષાએ જણાવ્યું હતું કે, તે એક્ટિગમાં કરિયર બનાવવા ઘરેથી ભાગી ગઈ હતી.

તે વખતે પોતાનું ગુજરાન ચલાવવા કોલકાતામાં વેટ્રેસ અને બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કામ કરતી હતી.

મનીષાએ બિગ બોસ માટે ઓડિશન વીડિયો બનાવીને મોકલ્યો હતો, જે મેકર્સને ખૂબ પસંદ આવ્યો.

મનીષા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે.