17 કિલો વજન ઘટાડીને 'સંધ્યાની દેરાણી' બની Diva, તસવીર જોઈને દંગ રહી જશો

ટીવી સીરિયલ 'દીયા ઔર બાતી હમ'માં મીનાક્ષી રાઠીનું પાત્ર ભજવનારી કનિકાને આજે પણ લોકો યાદ કરે છે.

આ શોમાં કનિકા એકદમ ઘરેલુ મહિલાના પાત્રમાં હતી, પરંતુ આજે તે સંપૂર્ણ રીતે બદલાઈ ચૂકી છે.

કનિકા મહેશ્વરનું ટ્રાન્સફોર્મેશન જોઈને તમે તેને ઓળખી પણ નહીં શકો.

કનિકાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સ્લીમ અને હોટ જોવા મળી રહી છે.

રિપોર્ટ્સ મુજબ કનિકાએ બે વર્ષમાં 17 કિલો વજન ઉતાર્યું છે જે બાદ તે ફીટ જોવા મળી રહી છે.

કનિકા કોરોનાના કારણે લોકડાઉન દરમિયાન પોતાના લૂક્સ પર ખૂબ કામ કર્યું અને વર્કઆઉટ કર્યો હતો.