મિસ્ટ્રી મેન સાથે જોવા મળી Kangana Ranaut, યુઝર્સે કહ્યું- કોણ છે આ હીરો

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અવારનવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. પછી તે પ્રોફેશનલ લાઈફ સાથે સંબંધિત હોય કે પર્સનલ લાઈફ સાથે.

હવે અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ કંગના રનૌત મિસ્ટ્રીમેન સાથે જોવા મળી. જેના ફોટા વાયરલ થયા છે.

શુક્રવારે કંગના રનૌત એક મિસ્ટ્રી મેનનો હાથ પકડીને ફરતા જોવા મળી. ફોટામાં બંને ખુશ જોવા મળી રહ્યા છે.  

મિસ્ટ્રી મેનની સાથે તસવીરો સામે આવ્યા બાદ તેમની ડેટિંગ લાઈફ વિશે ગપસપ શરૂ થઈ ગઈ છે.

એક યુઝરે રિએક્ટ કરતા કહ્યું છે કે, કંગાનાને તેનો પ્રેમ મળી ગયો. તો અન્ય એક યુઝરે કહ્યું કે, કોણ છે આ હીરો?.

ઘણા લોકો કંગનાના મિસ્ટ્રી મેનને ઋતિક રોશનનો હમશકલ જણાવી રહ્યા છે. તો કેટલાક લોકો બંનેની જોડીને સુંદર કહી રહ્યા છે.

કંગના રનૌતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે 'ઈમરજન્સી' ફિલ્મમાં જોવા મળશે.

'ઈમરજન્સી' ફિલ્મમાં  કંગના રનૌત ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

VIDEO : હાથમાં ડોલ અને મોપ... PM મોદીએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ  

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો