કાજોલે તેની નો કિસિંગ પોલિસી તોડી, લિપલોક સીન થયો વાયરલ

Arrow

અભિનેત્રી કાજોલ આ દિવસોમાં તેની વેબ સીરીઝ 'ધ ટ્રાયલ'ને લઈને ચર્ચામાં છે. તેણે આ સિરીઝથી ઓટીટી ડેબ્યૂ કર્યું છે.

Arrow

ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલી આ વેબ સિરીઝમાં કાજોલે બે કિસિંગ સીન આપ્યા છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

Arrow

સીરિઝમાં તેના બોયફ્રેન્ડની ભૂમિકા ભજવતા અલી ખાન સાથે કાજોલનો લિપ-લોક સીન છે, જ્યારે તેનો બીજો કિસિંગ સીન જીશુ સેન ગુપ્તા સાથે છે, જે તેના પતિની ભૂમિકા ભજવે છે.

Arrow

કાજોલે તેની ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી માત્ર બે વાર જ કિસિંગ સીન આપ્યા છે. તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મ 'બેખુદી'માં પહેલી અને અક્ષય કુમાર સાથેની 'યે દિલ્લગી'માં બીજી વખત કિસીંગ સીન આપ્યા હતા 

Arrow

કાજોલે 29 વર્ષ પછી તેની નો કિસિંગ પોલિસી તોડી અને આ વેબ સિરીઝમાં બે વાર લિપ-લોક સીન કર્યા.

Arrow

કાજોલની આ સ્ટાઈલ જોઈને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક લોકો તેના કિસિંગ સીનના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.

Arrow

ધ ટ્રાયલમાં કાજોલના બોયફ્રેન્ડનો રોલ કરી રહેલા બ્રિટિશ-એશિયન એક્ટર એલી ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કાજોલ મારી ક્રશ રહી છે અને હું તેની સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું.

Arrow

આ વેબ સિરીઝને અજય દેવગણે પ્રોડ્યુસ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિસિંગ સીનના શૂટિંગ દરમિયાન તે સેટ પર નહોતો અને આ સીન કોઈ પણ રિહર્સલ વગર એક જ ટેકમાં શૂટ કરવામાં આવ્યો હતો.

Arrow

'ધ ટ્રાયલ' વેબ સિરીઝ અમેરિકન શો 'ધ ગુડ વાઈફ'ની રિમેક છે, જે 14 જુલાઈના રોજ ડિઝી પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઈ છે. તેમાં કાજોલ, એલી ખાન, જીશુ સેન ગુપ્તા, કુબબ્રા સૈત જેવા ઘણા કલાકારો છે.

Arrow