6 MAR 2024
Credit: Instagram
બોલિવૂડની ફેશનિસ્ટા જ્હાન્વી કપૂર આજે 27 વર્ષની થઈ ગઈ છે, તેને જન્મદિવસ તેના ખાસ લોકો સાથે સેલિબ્રેટ કર્યો
તેના જન્મદિવસના ખાસ દિવસે, જ્હાન્વીને ચાહકો સહિત ઘણા સેલેબ્સ તરફથી ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ મળી
આ બધા વચ્ચે અભિનેત્રીના બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ પણ ખાસ Wish કર્યું
શિખરે સિટી ઑફ લવ એટલે કે પેરિસમાં અભિનેત્રી સાથે પોતાની એક રોમેન્ટિક તસવીર શેર કરી
ફોટોમાં શિખર અને જ્હાન્વી એફિલ ટાવરની સામે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા
જ્હાન્વી અને શિખરને જોઈને સ્પષ્ટ થાય છે કે બંને એકબીજાના પ્રેમમાં છે, કેપ્શનમાં શિખરે હેપ્પી બર્થ ડે સાથે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું હતું
શિખર પહાડિયાએ જ્હાન્વીનો વધુ એક ક્યૂટ ફોટો પણ શેર કર્યો છે
જ્હાન્વી અને શિખરના સંબંધો વિશે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ બંનેએ હજુ સુધી પુષ્ટિ કરી નથી