તેના પર ઘણીવાર સવાલ ઉઠ્યા છે. આરોપ છે કે TRP માટે શોમાં સ્ટોરીઝ ક્રિએટ કરાય છે.
કંટેસ્ટેંટ્સની ઈમોશનલ સ્ટોરી, જજીસનું રડવું, ફેક લવ એંગલ, ગેસ્ટ્સને પ્રસંશા કરવા મજબૂર કરવા
શો સાથે આવા ઘણા વિવાદ જોડાયેલા છે.
સૌથી પૉપ્યુલર શો દર વખતે ટ્રોલ થાય છે. છતાં તેના મેકર્સ ટસના મસ નથી થતા.
આવો જાણીએ તે સેલેબ્સ અંગે જેમણે ઈંડિયન આઈડલની પોલ ખોલી છે.
મીની માથુરે ઈંડિયન આઈડલની 6 સીઝન હોસ્ટ કરી હતી. શો છોડવાના કારણે તેણે કહ્યું કે શોમાં રિયાલિટી નથી રહી હવે. બસ પૈસા કમાવવા પર ફોકસ કરાય છે.
કિશોર કુમારના પુત્ર અમિત કુમાર મેકર્સ પર ભડક્યા હતા. તેમના મુજબ, મેકર્સે તેમને કંટેસ્ટેંટ્સની ખોટી પ્રસંશા કરવા કહ્યું, જ્યારે ગીત સાંભળવામાં બિલકુલ મજા ન્હોતી આવી.
અમિત કુમારે કહ્યું હતું કે, તેમને પૈસાને પગલે શો કરવાની હામી ભરી હતી. તેમના આ નિવેદનથી ખુબ બબાલ મચી હતી.
ઈંડિયન આઈડલ-1ના વિનર અભિતીજ સાવંતે પણ શો પર કહ્યું કે, મેકર્સને હવે મ્યૂઝિક પર ફોકસ કરવું જોઈએ.
અભિજીત પ્રમાણે, રિયાલિટી શોમાં મસાલા, ઈમોશનલ એંગલ ક્રિએટ કરાય છે, કારણ કે ઓડિયંસને મસાલો જોઈએ છે.
તેણે કહ્યું કે, હવે લોકોને બધી સમજ પડે છે. તે ઈમોશનલ સ્ટોરીને બદલે સિંગિંગ જોવા માગે છે.
સુનિધિ ચૌહાણ ઈંડિયન આઈડલની જજ રહી ચુકી છે. તેણે કહ્યું કે, અમને કંટેસ્ટેંટ્સની પ્રસંશા કરવા કહેવાય છે જે હું ન કરી શકી.
સોનુ નિગમને પણ ઈંડિયન આઈડલની ફેક રિયાલિટીને કારણે શો છોડવો પડ્યો હતો. તેમનું માનવું હતું કે, હંમેશા કંટેસ્ટેંટ્સની પ્રસંશા યોગ્ય નથી.
સોનુએ કહ્યું કે, જજ તરીકે અમે કંટેસ્ટેંટ્સને શિખવવા આવ્યા છીએ. અમારે સાચો ફિડબેક આપવો જોઈએ. હંમેશા વાહવાહ કરશો તો કેવી રીતે થશે? બાળકોને બગાડવા નથી આવ્યા.