બોબી દેઓલની લવસ્ટોરીમાં પિતા બન્યા હતા વિલન, પહેલો પ્રેમ રહ્યો હતો અધૂરો
બોબી દેઓલ ઈન્ડસ્ટ્રીના ચાર્મિંગ સ્ટાર ધર્મેન્દ્રનો પુત્ર છે. જેમણે પોતાના કરિયરની શરૂઆત 'બરસાત'થી કરી હતી. જે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું.
બોબી દેઓલે ઘણી બધી શાનદાર ફિલ્મો કરી, પરંતુ વેબ સીરિઝ 'આશ્રમ'માં તેની એક્ટિંગએ ચાહકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા.
આ દરમિયાન અભિનેતાને સુંદર અભિનેત્રી નીલમ કોઠારી સાથે પ્રેમ થઈ ગયો. જે તેનો પહેલો પ્રેમ હતો. પરંતુ કહેવાય છે કે ધર્મેન્દ્રના કારણે બોબીનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો.
બોબી ખરેખર નીલમને પ્રેમ કરતો હતો. નીલમ પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી અને બંને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ ધર્મેન્દ્રને તેમના સંબંધો મંજૂર નહોતા.
બોબીએ નીલમ સાથેના તેના પાંચ વર્ષના સંબંધોને માત્ર ધર્મેન્દ્રની જીદ પર તોડી નાખ્યા હતા. ત્યારબાદ બોબીએ વર્ષ 1996માં તાન્યા આહુજા સાથે લગ્ન કર્યા.
આ સ્ટાર કપલ બે પુત્ર આર્યમન અને ધરમના માતા-પિતા છે. જેની તસવીરો ઘણીવાર એક્ટર્સ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે.