નીતિન જાનીનું નામ 'ખજૂર' કેવી રીતે પડ્યું? ખૂબ જ રસપ્રદ છે કહાની
ગુજરાતમાં નીતન જાની ઉર્ફે ખજૂરભાઈને બધા ઓળખે છે. તેઓએ લોકોના દિલમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે.
ખજૂરભાઈને ગુજરાતના 'સોનું સૂદ'ના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે અત્યાર સુધીમાં તેમણે ઘણા લોકોની મદદ કરી છે.
તેઓએ ઘણા લોકોને નવા ઘર બનાવી આપ્યા છે અને લોકોની જિંદગી બદલી નાખી છે. એટલે લોકો ખજૂરભાઈને ગરીબોના મસીહા પણ કહે છે.
પરંતુ શું તમે જાણો છો કે 'ખજૂર'ના નામથી ઓળખાતા નીતિન જાનીનું નામ 'ખજૂર' કેવી રીતે પડ્યું? નથી જાણતા તો ચાલો આજે જાણીએ
નીતિન જાની એક કોમેડી શૉ કરવા જઈ રહ્યા હતા, જેમાં તેમણે પહેલા જીગલી નામ રાખ્યું હતું. પરંતુ મેલ કેરેક્ટરનું નામ તેમને સૂઝતું નહોતું.
એક દિવસ નીતિન જાની જ્યારે સિંગાપુરમાં મોલમાં હતા, ત્યારે તેમના ભાઈ તરુણ જાનીનો ફોન આવ્યો, ત્યારે બંને વચ્ચે નામને લઈને વાતચીત ચાલી રહી હતી.
મોલમાં નીતિન જાનીના હાથમાં ખજૂરનું પેકેટ આવ્યું. ત્યારે તેમણે તરુણ જાનીને કહ્યું હતું કે, આપણે મેલ કેરેક્ટરનું નામ ખજૂર રાખી દઈએ.
પછી તો આ નામ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી ગયું અને જોત જોતામાં નીતિન જાનીનું નામ ખજૂરભાઈ પડી ગયું.
ખજુરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્ન બંધનમાં બંધાયા, જુઓ સુંદર તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ