કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં છવાઈ ગુજરાતી એક્ટ્રેસ કોમલ ઠક્કર

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરવા પહોંચી હતી.

કચ્છની કોમલ ઠક્કર સતત બીજા વર્ષે 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી હતી. 

'ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું ગૌરવ અનુભવું છું.'

કોમલ ઠક્કરે પહેરેલો ડ્રેસ તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઈન કર્યો છે. 

જ્યારે તેના ઘરેણા લંડનની મોના ફાઈન જ્વેલરી દ્વારા બનાવવામાં આવ્યા છે. 

તો બીજો એક અલગ લૂક ભારતીય ડિઝાઇનર નિકેતા ઠક્કર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.