'દુઃખથી પસાર થયો છું', બહેન ઈશા સંગ સંબંધ પર સનીએ તોડ્યું મૌન, કહ્યું જીંદગીમાં પછતાવો...
@Instagram
સની દેઓલ હાલમાં ગદર 2ની સક્સેસની ઉજવી કરી રહ્યો છે. ફિલ્મ સુપરહિટ થવા છતા પણ એક્ટર્સ ફિલ્મને જોરદાર રીતે પ્રમોશન કરી રહ્યા છે.
સૌથી ખાસ વાત તો એ છે કે ગદર 2ને કારણે સનીનો બંને બહેનો ઈશા અને અહાના સાથે સંબંધ પહેલાથી વદારે સુધર્યો હોવાની અટકળો ચાલી રહી છે.
ઈશાએ તેના ભાઈ સની અને ફિલ્મની સ્ક્રીનિંગ રાખી હતી અને હિટ થવા પર ખુશી પણ વ્યક્ત કરી હતી. જ્યારે સનીની બહેન ઈશા સંગ પોતાના સંબંધ અંગે ખુલીને વાત કરી છે.
ઝૂમને આપેલા ઈંટરવ્યૂમાં સનીએ કહ્યું- પહેલા હું ખુબ દુખ અને પીડાથી પસાર થઈ ચુક્યો છું પણ જેમકે હંમેશા કહું છું, ખુશી પણ આવી શકે છે અને ત્યારે તમને ખબર નથી રહેતી કે આ દુઃખ અને પીડા શું હોય છે?
'ખુશી તમારા પર હાવી થઈ જાય છે અને આપ તે તમામ ચીજોને ભૂલી જાઓ છો.'
'વર્ષો પહેલા અમે એવું વિચારતા કે જીંદગી એક નિશ્ચિત ક્રમ મુજબ ચાલશે પણ જ્યારે પોતાના જીવની શરૂઆત કરો છો તો ચીજો બદલાય છે.'
'પછી પોતાને તે હિસાબથી ઢાળવું પડે છે. તેથી અમે કહીએ છે, ફિલ્મો પરિઓની કહાની જેવી હોય છે, પણ જીંદગી તેવી નથી'
'અમે ચાહીએ છે કે જીંદગી ફિલ્મો જેવી થઈ જાય, પણ છતા સુંદતા તો જીંદગીમાં જ છે, જ્યાં આપણે તેને તેવી જ રીતે સ્વીકારવી પડે છે જેવી તે છે.'
'આપણે જીંદગી પર પછ્તાવો ના કરીએ, તેને નફરત પણ ના કરીએ. નેગેટિવ એનર્જીને જવા દઈએ છે અને સારી ચીજોનો સ્વીકાર કરીએ છીએ.'
બહેન ઈશા અંગે સનીએ કહ્યું કે, ઘણીવાર મીડિયા સંબંધો અંગે વાત કરવાનું શરૂ કરી દે છે અને પછી તે બગડી જાય છે. એવું ના થવું જોઈએ. જોકે હવે સની અને ઈશા વચ્ચે બધુ જ ઠીક છે.
સનીની ગદર 2ની વાત કરીએ તો ફિલ્મ 450 કરોડનો આંકડો પાર કરી ચુકી છે. ફિલ્મ જલ્દી જ 500 કરોડના ક્લબમાં શામેલ થઈ જશે.