જ્યારે ડાયરેક્ટરે હેમાને બિકીની પહેરવા દબાણ કર્યું, ધર્મેન્દ્રએ ગુસ્સામાં લાફો મારી દીધો હતો

બોલિવૂડની એવરગ્રીન જોડી ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લવ સ્ટોરી કોઈનાથી છુપી નથી. બંને સાથે ઘણી હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.

પરિણીત ધર્મેન્દ્ર હેમા માલિકીને પોતાનું દિલ આપી બેઠા હતા. કહેવાય છે કે ધર્મેન્દ્ર હેમાને લઈને ખૂબ પ્રોટેક્ટિવ હતા.

રિપોર્ટ્સ મુજબ 1981માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ સુભાષ ઘઈની ફિલ્મ ક્રોધીમાં સાથે કામ કર્યું હતું.

ફિલ્મમાં એક પૂલનો સીન હતો, જેના માટે હેમા માલિનીને બિકીની પહેરવા કહેવાયું, પરંતુ તેમણે ઈનકાર કરી દીધો.

જોકે સુભાષ ઘઈએ ફોર્સ કરતા હેમા બિકિનીના બદલે રિવીલિંગ આઉટફિટ પહેરવા રાજી થયા.

રિપોર્ટ્સ મુજબ ધર્મેન્દ્રને આ વાતની જાણ થતા સુભાષ ઘઈને લાફો મારી દીધો હતો. 

ગુસ્સામાં ધર્મેન્દ્રએ સુભાષ ઘઈને વોર્નિંગ પણ આપી હતી. જે બાદ તેમણે ફિલ્મમાંથી આખો સીન હટાવી દીધો હતો.