19 june 2024
સાયન્સ ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 AD' 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રભાસ, રાણા દગ્ગુબાતી અને કમલ હાસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
ફિલ્મનો ભવ્ય કાર્યક્રમ મુંબઈમાં થઈ રહ્યો છે, જેમાં દીપિકાએ પણ હાજરી આપી હતી, અભિનેત્રી બ્લેક બોડીકોન ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, ઈવેન્ટ પહેલા તેમણે સોશિયલ મીડીયામાં કેટલીક તસવીર શેર કરી હતી
દીપિકા તેના ચહેરા પર સ્મિત અને તેના બેબી બમ્પ પર હાથ મૂકી ખૂબ જ ખુશ દેખાતી હતી
તેનો બ્લેક હાઈ હીલ્સ અને પોનીટેલ સાથેનો લુક ખૂબ જ શાનદાર જોવા મળ્યો હતો
ચાહકોની નજર દીપિકાની તસવીરો પર પડતા જ બધા ખુશ થઈ ગયા, કોમેન્ટ સેક્શનમાં લોકોએ પ્રેમ વરસાવ્યો હતો
એક પ્રશંસકે લખ્યું કે દીકરો હશે કે દીકરી, ગમે તે હોય, બાળક સ્વસ્થ હોવું જોઈએ, અમે સપ્ટેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ
અન્ય એક ચાહકે રેડ હાર્ટ ઇમોજી મોકલી પ્રેમ વરસાવ્યો, તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે
આ એક માત્ર એવી ફિલ્મ છે જે દીપિકા બાળકના જન્મ પહેલા રિલીઝ થવા જઈ રહી છે, દરેકને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
આ જ ઈવેન્ટમાં જ્યારે દીપિકા ફિલ્મ વિશે કહીને સ્ટેજ પરથી નીચે આવી રહી હતી ત્યારે પ્રભાસે તેની મદદ કરી હતી