24મી જૂનથી બુધનું ગોચર, આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે

બુધનું 24મી જૂનથી ગોચર થવા જઈ રહ્યું છે, બુધ મિથુન રાશિમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે.

બુધના આ ગોચરથી બુધાદિત્ય યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, કારણ કે સૂર્ય અને બુધ મિથુન રાશિમાં વિરાજમાન થશે.

બુધના આ ગોચરથી કેટલીક રાશિના જાતકોને ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

વૃષભ તમારી વાણીથી લોકોને ઠેસ પહોંચી શકે છે. વાદ વિવાદથી સાવધાન રહો. બેંક બેલેન્સ વધશે સાથે ખર્ચો પણ વધી શકે છે.

કર્ક બુધના ગોચરથી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે. જીવનસાથી સાથે સંબંધમાં મતભેદ થઈ શકે. કાર્યસ્થળે પરેશાની આવશે.

વશ્ચિક શારીરિક અને આર્થિક સાવધાની રાખવી પડશે. રોકાણથી બચો નહીંતર ભારે નુકસાન થશે. વાણી પર સંયમ રાખો.

મકર સ્વાસ્થ્યના કારણે ખર્ચા વધશે. આર્થિક ભાર વધી શકે. પ્રેમ સંબંધમાં ચડતી-પડતીની સ્થિતિ રહેશે. લોન લેવાથી બચો.

મીન આર્થિક રૂપથી બુધનું ગોચર મીન રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ રહેશે. ઘરના ખર્ચાઓ વધશે, માર્ગ અકસ્માતનો સામનો કરવો પડી શકે.