જામનગરમાં ફરી સ્ટાર્સનો જમાવડો, શાહરૂખે ગુજરાતીમાં પૂછ્યું- તબિયત તબલાતોડ છે ને?

જામનગરમાં ફરી એકવાર સ્ટાર્સનો જમાવડો થયો. રિલાયન્સ પરિવાર માટે અનંત-રાધિકાની એક્સટેન્ડેટ પ્રી-વેડિંગ બેશ રખાઈ હતી.

આ ફંક્શનમાં સલમાન, શાહરૂખ, રણવીર, જાહ્નવી અને અરિજીત સિંહ આવ્યા અને અંબાણી પરિવારના જશ્નમાં સામેલ થયા.

સલમાન અને શાહરૂખનો સ્વેગ ફરી સ્ટેજ પર દેખાયો. કિંગ ખાને ગુજરાતીમાં રિલાયન્સ પરિવારના હાલચાલ પૂછ્યા હતા.

શાહરૂખે કહ્યું- જામનગર, તબિયત એકદમ તબલાતોડ છે ને? તમે લોકોએ જમી લીધું કે નહીં? તમે લોકો બઉ સારું લાગે છે. 

તો દબંગ ખાન સલમાને પણ પોતાના હિટ સોન્ગ પર ડાંસ કર્યો હતો. 

પરફોર્મન્સ બાદ સલમાને પોતાના ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવ્યો. એક્ટરનું પરફોર્મન્સ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા. 

આ પહેલા 1-3 માર્ચ જામનગરમાં ત્રણેય ખાને ધૂમ મચાવી હતી.