યોગથી આટલી ફીટ રહે છે બોલિવૂડની એક્ટ્રેસ, ફિટનેસ જોઈને ઉંમરનો અંદાજ નહીં લગાવી શકો

બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસ છે જે ફિટ રહેવા માટે એક્સરસાઈઝ સાથે રોજ યોગા પણ કરે છે.

યોગ કરીને આ બોલિવૂડ એક્ટ્રેસ એટલી ફીટ થઈ ગઈ છે કે તેમની ઉંમરનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

42 વર્ષની કરીના કપૂર એક વખતમાં 101 સૂર્ય નમસ્કાર કરી લે છે, તે પોતાના ઈન્સ્ટાગ્રામમાં જુદા જુદા યોગના પોઝ મૂકે છે.

શિલ્પા શેટ્ટી 48 વર્ષની ઉંમરે પણ બોલિવૂડની યુવા એક્ટ્રેસ જેટલી ફીટ અને સ્વસ્થ રહે છે. તે પોતાની ફીટનેસ માટે યોગને શ્રેય આપે છે.

મલાઈકા બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ છે. 49 વર્ષની મલાઈકા રોજ યોગ કરે છે.

જેકલીન ફર્નાન્ડીઝ 37 વર્ષની છે અને યોગા તેના રોજના રૂટીનનો ભાગ છે.

આલિયા ભટ્ટ 30 વર્ષની છે અને તે પણ યોગ કરે છે, તેને ઘણીવાર એરિયલ યોગા કરતા જોવાઈ છે.

બિપાશા બાસુ પણ ઘણીવાર યોગ કરતા જોવા મળી છે, તે 44 વર્ષે પણ એકદમ ફીટ છે.

32 વર્ષની રકુલ ઘણીવાર પોતાના ફિટનેસ રૂટિનમાં યોગ કરતા દેખાય છે.