વધુ એક બોલિવૂડ કપલના લગ્નજીવનમાં તિરાડ, લગ્નના 18 વર્ષે છૂટું પડશે આ કપલ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં લગ્ન તૂટવા સામાન્ય વાત છે. હાલમાં જ ખબર આવી કે ફરદીન ખાન અને તેની પત્ની નતાશા માધવાની અલગ થાય છે.

બંનેના લગ્નને 18 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ બંને વચ્ચે અંતર વધતા હવે બંને સાથે રહેવા માગતા નથી.

આ વચ્ચે ફરદીન ખાનની એક જૂની પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં તે પત્ની નતાશા વિશે વાત કરે છે.

હકીકતમાં આ પોસ્ટ ફરદીને ખાને પોતાની 16મી એનિવર્સરી પર કરી હતી. જેમાં એક્ટરે એક જૂનો કિસ્સો બતાવ્યો હતો.

ફરદીને કહ્યું- 16 વર્ષ પહેલા આજના દિવસે મેં જોરદાર નસકોરા બોલાવ્યા હતા, હું આભારી છું કે નતાશાએ મને માર્યું નહીં.

ફરદીનની આ પોસ્ટ વાઈરલ થઈ રહી છે અને ફેન્સ કરી રહ્યા છે, દુઃખ આ વાતનું છે કે આટલું લવેબલ કપલ અલગ થઈ રહ્યું છે.