લિપલોકના કારણે બિગબોસમાંથી બહાર થયેલી એક્ટ્રેસને હવે સલમાન સાથે પરણવું છે

દુબઈના મોડલ જૈદ હદીદ સાથે લિપલોક કન્ટ્રોવર્સી બાદ આકાંક્ષા પુરી બિગ બોસથી બહાર થઈ ગઈ છે.

આકાંક્ષાએ એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં બિગ બોસ શોને ડબલ સ્ટાન્ડર્ડ કહ્યો છે.

એક્ટ્રેસનું કહેવું છે કે જે વસ્તુ માટે સલમાને તેને ફટકાર લગાવી તે વસ્તુઓ બહાર પ્રમોટ થઈ રહી છે.

આ બાદ આકાંક્ષાને પૂછાયું કે તે સલમાન, જૈદ અને અવિનાશમાંથી કોની સાથે લગ્ન, હુકઅપ અને KISS કરવા માગશે.

જવાબમાં આકાંક્ષાએ કહ્યું, જો તક મળે તો તે સલમાન સાથે લગ્ન કરવા માગે છે.

આ બાદ તેણે જૈદ સાથે હુકઅપ અને અવિનાશને KISS માટે પસંદ કર્યો હતો.