'છોકરી છેડતો-સિગરેટ પીતો હિરો સાચો, હીરોઈન ખોટી' બોલિવૂડના બેવડા ધોરણ પર ભડકી ભૂમિ

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે આજતકને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે બોલિવૂડમાં પણ બેવડા ધોરણા રાખતા લોકો છે.

ભૂમિએ કહ્યું આપણી ફિલ્મોથી જ આ પ્રકારના વિચારો ખબર પડે છે, જ્યાં હિરો કંઈપણ કરે તો યોગ્ય, પણ હિરોઈન કરે તો ખોટું.

ભૂમિએ કહ્યું- શું મહિલાઓ દારૂ ના પી શકે, શું તે પાર્ટી ન કરી શકે. જો હું આ બધું કરું તો મારામાં સંસ્કાર નથી.

મારામાં ખૂબ સંસ્કાર છે. હું એક સેલ્ફ મેડ, એજ્યુકેટેડ, સ્વતંત્ર મહિલા છું. જે કરું છું, મારા પૈસાથી કરું છું. મારામાં કોઈ ખામી નથી.

તમે ફિલ્મ જોઈ લો. હીરો બાઈક પર આવે છે, હાથમાં સિગરેટ અને બીજામાં દારૂનો ગ્લાસ. બાજુમાં છોકરીઓ...

રસ્તે જતા છોકરીઓને છેડતી કરે છે. ક્યારેક દુપટ્ટો ખેંચી લે છે. પણ જો આવું છોકરી કરે તો તમને વાંધો પડે છે.

'જારવો 69' પર ICCના કડક પગલાં, વર્લ્ડકપની બધી મેચમાંથી ભગાડ્યો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો