પુત્રી રાશા સાથે રવિના ટંડને કર્યા સોમનાથ દાદાના દર્શન, કપાળ પર તિલક સાથે શિવભક્તિમાં લીન જોવા મળ્યા માતા-પુત્રી
બોલિવુડ અભિનેત્રી રવિના ટંડન પુત્રી રાશા સાથે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી હતી. જ્યાં બંનેએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
અભિનેત્રી રવિના ટંડન અને પુત્રી રાશા બંને મહાદેવની ભક્તિમાં લીન જોવા મળ્યા. બંનેએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી.
માતા-પુત્રીએ ઈન્સ્ટાગ્રામ પર મહાદેવના મંદિરમાં દર્શન કરતી તસવીરો શેર કરી છે.
તેઓએ કપાળ પર તિલક લગાવેલું છે અને તસવીરમાં તેઓ સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે.
મહાદેવના દર્શન કરીને બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેમણે આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- સોમનાથ! ॐ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વરુકમિવ બંધનાન્મૃત્યોર્મુખિયા મામૃતાત્ || હર હર મહાદેવ!
અભિનેત્રી મહાદેવની ભક્ત છે, આ હકીકત કોઈનાથી છુપાયેલી નથી. રવિના ટંડનની પુત્રી રાશા પણ માતાની જેમ આધ્યાત્મિક છે.
અભિનેત્રીની વેબ સિરીઝ કર્મા કોલિંગ ટૂંક સમયમાં OTT પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 26 જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે.
પાલખી પર પ્રભુ રામ..પ્રતિમા મંદિરની ચારે તરફ ફેરવાઈ, જુઓ તસવીર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!