Shubhangi Atre: 19 વર્ષ બાદ પતિથી અલગ થઈ 'અંગૂરી ભાભી', કરશે બીજા લગ્ન?
'ભાભીજી ઘર પર હૈ' શૉમાં 'અંગૂરી ભાભી' બનીને શુભાંગી અત્રે ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. તેઓ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
શુભાંગી અત્રેએ 2003માં ઈન્દોરમાં ડિજિટલ માર્કેટિંગમાં કાર્યરત પીયૂષ સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ પછી તેમણે એક દીકરીને જન્મ આપ્યો હતો.
લગ્નના 19 વર્ષ બાદ જ્યારે તેમણે પતિથી અલગ થવાની જાહેરાત કરી, ત્યારે બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ફેન્સ જાણવા માંગતા હતા કે એવું શું થયું કે તેઓ અચાનક તેમના પતિથી અલગ થઈ ગયા.
એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમના સાસરિયાઓ તેમના પર એક્ટિંગ છોડવા માટે દબાણ કરી રહ્યા હતા. Telly TalkIndia ને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે આ વિશે વાત કરી હતી.
તેમણે એ પણ જણાવ્યું કે તેમને તેમના સાસરીમાં કોઈ સમસ્યા નથી. અભિનેત્રીએ કહ્યું કે 'લોકડાઉન દરમિયાન મને અહેસાસ થયો કે પીયૂષ અને હું ખૂબ જ અલગ લોકો છીએ.'
તેમણે કહ્યું કે, અમે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ બરાબર થઈ રહ્યું ન હતું. મારું માનવું છે કે કોઈ સંબંધને ખરાબ મોડ પર છોડવા કરતા સારું છે કે તેને સમયસર ખતમ કરી દેવામાં આવે, મેં પણ એમ જ કર્યું.
શુભાંગી અત્રેએ કહ્યું કે, હવે હું મારી જાતને સમય આપી રહી છું. લગ્ન જીવનમાં જે વસ્તુઓ હું કરી શકી ન હતી. હું હવે તે કરી રહી છું. સાચું કહું તો જીવનમાં ઘણી શાંતિ અને સુકુન છે. હું વર્ષોથી આ શાંતિને શોધી રહી હતી.
જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તેમના પર બીજા લગ્ન કરવા માટે પ્રેશર છે, તો તેમણે કહ્યું- ના. હું અત્યારે કોઈ રિલેશનમાં નથી. તેમજ બીજા લગ્ન માટે પરિવારના સભ્યો તરફથી કોઈ દબાણ નથી.
તેમણે કહ્યું કે, 'હું મારી સાથે સમય પસાર કરવા માંગુ છું. હું ફરીથી લગ્ન કરવા નથી માંગતી. અત્યારે તો બિલકુલ નહીં. ન તો મને કોઈએ પ્રપોઝ કર્યું છે અને ન તો હું કોઈના પ્રેમમાં છું.