11 July 2024
અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે. અનંત-રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ થવા જઈ રહ્યા છે અને તેમના લગ્ન પહેલાની વિધિઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે.
તાજેતરમાં અંબાણી પરિવારમાં માતા કી ચૌકીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ પહેરેલા આઉટફિટ અને જ્વેલરી ખાસ કરીને તેમનો નવરત્ન નેકલેસ ચર્ચાનો વિષય બન્યો છે.
નીતા અંબાણી તેમના નાના પુત્રના લગ્ન પહેલા આયોજિત માતા કી ચૌકી ખાતે પરંપરાગત લાલ ઘરચોલા સાડીમાં દેખાયા હતા
અનુરાધા વકીલ દ્વારા ડિઝાઇન કરાયેલી ગુજરાતી સાડીઓ તેમની વિશિષ્ટ પેટર્ન અને તેજસ્વી રંગો માટે જાણીતી છે. નીતા અંબાણીની સાડી બ્રાઈટ રેડ કલરની હતી જેમાં હેવી ગોલ્ડન વર્ક હતું.
સાડી પર બાંધણી અને ગોલ્ડન ઝરી વર્ક હતું જે તેને અનોખો લુક આપી રહ્યું હતું, નીતા અંબાણીની આ સાડી કોઈ માસ્ટરપીસથી ઓછી નહોતી લાગતી
નીતા અંબાણીએ સોનેરી રંગનું મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું જેના પર લાલ ટચ હતો, સીધો પલ્લુ પહેરીને નીતા અંબાણી પ્રસંગમાં જોવા મળ્યા હતા
નીતા અંબાણીની સાડીની જેમ તેનો નેકલેસ પણ એકદમ અનોખો હતો, તેઓએ નવ રત્નો - હીરા, નીલમણિ, મોતી, પરવાળા, માણેક, ઓનીક્સ, નીલમ અને પોખરાજથી બનેલો નવરત્ન ગળાનો હાર પહેર્યો હતો
નવરત્ન નેકલેસની સાથે, નીતા અંબાણીએ મેચિંગ એરિંગ્સ, લાલ બંગડીઓ અને હીરા જડિત બ્રેસલેટ પહેર્યા હતા જે તેમને રોયલ લુક આપી રહ્યા હતા
નીતા અંબાણીએ તેના કપાળ પર લાલ બિંદી અને તેના વાળ તાજા ફૂલોથી શણગારેલા ગજરો નાખ્યો હતો