PHOTO: "રાજાશાહી" અંદાજમાં Anant-Radhika ની એન્ટ્રી, મુકેશ અંબાણીની સ્પીચે કર્યા ભાવુક

2 MAR 2024

Credit: Twitter

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં ભારત અને દુનિયાભરના બિઝનેસ, પોલિટિક્સ, એન્ટરટેઈનમેન્ટ અને સ્પોર્ટ્સ જગતના મોટા મોટા નામો ભાગ લઈ રહ્યા છે

અનંત અંબાણી અને તેમની થનારી પત્ની રાધિકા મર્ચન્ટ સાથે 'રાજાશાહી' અંદાજમાં બગીમાં સવાર થઈને પહોંચ્યા  હતા

મુકેશ અંબાણીએ સૌનું સ્વાગત કરતા કહ્યું, તમે બધાંએ આ પ્રસંગને શુભ બનાવી દીધો છે. આભાર! તમારો ખૂબ ખૂબ આભાર!

અંબાણીએ ઉમેર્યું હતું કે, “અનંત અને રાધિકા તમારા આશીર્વાદથી આજીવન ભાગીદારીની સફર શરૂ કરી રહ્યા છે

આજે, મારા પિતા ધીરુભાઈ પણ સ્વર્ગમાંથી તેમને આશીર્વાદ આપી રહ્યા હશે, તેઓ ડબલ ખુશ છે કારણ કે અમે જામનગરમાં તેમના પ્રિય પૌત્ર અનંતના પ્રિવેડિંગની ઉજવણી કરી રહ્યા છીએ

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તેમના પરિવારનો એકમાત્ર હેતુ ભારતની સમૃદ્ધિ વધારવાનો અને તેના તમામ લોકોની સુખાકારીમાં ફાળો આપવાનો છે

તેમણે પોતાના મહેમાનોને જણાવ્યું હતું કે, “હું કહું છું કે જામનગર તમને એક નવા ભારતના ઉદયની ઝલક આપશે, જે જીવંત, આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર છે.

જામનગરના રિલાયન્સ ગ્રીન્સ સંકુલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સથી લઇ તમામ  બોલીવૂડના સિતારાઓ હજાર રહ્યા