પત્ની સાથે રોમાન્ટિક વેકેશન પર પહોંચ્યા 'જેઠાલાલ'ના બાપુજી, ઓળખી પણ નહીં શકો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જાણીતા ચંપક ચાચા એટલે કે જેઠાલાલના બાપુજી હાલ ફરવા નીકળ્યા છે.

ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ પોતાની પત્ની સાથે હાલ વિદેશમાં ફરી રહ્યા છે.

અમિતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી છે, જેમાં તે પત્ની સાથે ફ્લાઈઓવર પર પોઝ આપી રહ્યા છે.

આ દરમિયાન અમિત ભટ્ટ એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

એક્ટર અમિત ભટ્ટનો અંદાજ રીલ લાઈફના કેરેક્ટર ચંપક ચાચાથી બિલકુલ અલગ છે. 

સીરિયલમાં કૂર્તા-પાયજામામાં દેખાતા અમિત ભટ્ટ રિયલ લાઈફમાં એકદમ સ્ટાઈશ દેખાય છે.