27 વર્ષ નાની એક્ટ્રેસ સાથે આમિર ખાન પિકલબોલ રમતા દેખાયો, યુઝર્સે કહ્યું- ત્રીજા લગ્ન ક્યારે છે?

એક્ટ્રેસ ફાતિમા સના શેખે દંગલમાં આમિર ખાનની દીકરીનું પાત્ર ભજવ્યું હતું. જોકે બાદમાં બંને વચ્ચે નિકટતા વધી છે.

આમિર ખાન હવે ફાતિમા સના શેખ સાથે પિકલબોર રમતા જોવા મળ્યો. બંનેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં 58 વર્ષનો આમિર લાલ ટી-શર્ટ અને બ્લેક લૂઝ ટ્રાઉઝરમાં દેખાય છે.

જ્યારે ફાતિમા સના શેખ ગ્રે ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સમાં સ્ટનિંગ લાગી રહી છે.

27 વર્ષ નાની એક્ટ્રેસ સાથે આમિરને રમતા જોઈને ઘણા લોકો ખુશ છે તો કેટલા ફેન્સ હેરાન છે.

એક યુઝરે આમિર-ફાતિમાને લવ બર્ડ્સ કહ્યા. તો અન્યએ કહ્યું, મમ્મી નંબર-3 આવી રહી છે.