દીકરીને એક્ટ્રેસ નહીં સાઈન્ટિસ્ટ બનાવવા ઈચ્છે છે આલિયા, કારણ પણ જણાવ્યું

આલિયા અને રણવીર પોતાની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું પ્રમોશન કરી રહ્યા છે.

શુક્રવારે આલિયા મુંબઈમાં ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચી જ્યાં તેણે પર્સનલ લાઈફ સાથેની ઘણી વાતો શેર કરી.

વાતચીત દરમિયાન આલિયાએ કહ્યું, તેની દીકરી રાહા એક્ટ્રેસ નહીં, પરંતુ વૈજ્ઞાનિક બનશે.

તેણે આગળ કહ્યું, જ્યારે પણ હું મારી દીકરીને જોઉં છું, તો કહું છું તું પાક્કી સાઈન્ટિસ્ટ બનીશ.

દીકરીને લઈને આલિયાની આ વાત સાંભળીને ત્યાં સૌ કોઈ હસવા લાગ્યા.