શેમ્પૂની એડમાં નકલી હોય છે મોડલ્સના ચમકતા કાળા વાળ? એક્ટ્રેસે ખોલી પોલ

એક સમયે ગ્લેમર વર્લ્ડમાં પોતાની બ્યૂટી માટે જાણીતી તારા દેશપાંડે આજે શોબિઝથી દૂર છે.

એક્ટ્રેસ, લેખિકા અને કૂક તારા સોશિયલ મીડિયા પર પોતાની રેસિપી શેર કરે છે. તેણે કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી.

પોતાના ટ્વીટમાં તારાએ શેમ્પૂ એડને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેના વિશે ઘણા ઓછા લોકોને જાણકારી હશે.

તારાએ ટ્વીટ કરીને લખ્યું-2007માં ભારતમાં શેમ્પૂની જાહેરાતમાં કાળા-ઘાટાવાળ હતા. મારા વાળ કાળા નહોતા.

તે ભૂરા હતા, એડ શૂટ માટે અમારે વાળને કાળો રંગ કરવો પડો. આ ઉપરાંત તમારા વાળ એકદમ ઊભા સીધા હોવા જરૂરી હતું.

આથી સ્ટાઈલિસ્ટ વાળ પર ઈસ્ત્રીથી પ્રેસ કરતા. હું આભારી છું કે ભારતમાં હવે કર્લી, નાના, બ્રાઉન અને વધુ નેચરલ વાળ દેખાય છે.

તારાએ ફોટો વિશે જણાવતા લખ્યું- આ શૂટ પેન્ટીન Pro Vનું હતું. જે 2000માં થયું હતું. કોન્ટ્રાક્ટ મુજબ 2 વર્ષ હું વાળ નહોતી કપાવી શકતી.

બિગ બોસ OTT 1ની વિજેતા દિવ્યા અગ્રવાલ લગ્નના બંધનમાં બંધાશે

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો