સલમાન ખાનના શો પર થશે 'ઈન્ડિયન આઈડલ' વિનરની એન્ટ્રી, ફ્લોપ કરિયર સુધરશે?

ટીવી ફેન્સ Bigg Boss OTT 2ની રાહ જોઈ રહ્યા છે. આ સીઝનને સલમાન ખાન હોસ્ટ કરવાનો છે.

રિયાલિટી શોને લઈને અત્યાર સુધી ઘણા નામ સામે આવ્યા છે, જેમાં સિંગર અભિજીત સાવંતનું પણ નામ છે.

રિપોર્ટ્સ મુજબ અભિજીતનો શો માટે સંપર્ક કરાયો છે, જોકે તેના પર ઓફિશિયલ કન્ફર્મેશન બાકી છે.

અભિજીત ઈન્ડિયન આઈડલનો પહેલો વિજેતા છે અને તે ઘણા રિયાલિટી શોમાં જોવા મળ્યો છે.

સિંગિંગ શો જીતીને અભિજીત ઘરે ઘરે લોકપ્રિય થયો, પરંતુ તેને વધારે લોકપ્રિયતા મળી નહોતી.

હવે બિગ બોસ OTT 2માં તેનું નામ સામે આવ્યું છે, જોવાનું રહેશે તે શો પર શું કમાલ કરશે.