આમિર ખાનના ભત્રીજાના થઈ ગયા છૂટાછેડા! પરિણીત અભિનેત્રી સાથે અફેરના કારણે તૂટ્યો સંબંધ?
આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાનનું લગ્ન જીવન હંમેશા ચર્ચામાં રહે છે. તે તેની પત્નીથી અલગ થઈ ગયો છે.
પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે બંનેએ છૂટાછેડા લીધા છે કે નહીં. સાંભળ્યું હતું કે અવંતિકા તેના પતિ સાથે સમાધાન ઈચ્છે છે.
હવે અવંતિકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં માઈલી સાયરસ ડાન્સ કરી રહી છે. કેપ્શનમાં લખ્યું છે - તેના માટે છૂટાછેડા સૌથી સારી બાબત હતી.
ગયા વર્ષે ઈમરાન-અવંતિકાના અલગ થવાના સમાચાર આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ઇમરાન ફરીથી અવંતિકા સાથે રહેવા માંગતો નથી. તેઓ સમાધાન કરવાના મૂડમાં નથી
આ લગ્નથી ઈમરાન અને અવંતિકાને 8 વર્ષની દીકરી ઈમારા છે.
તેઓએ 2011માં લગ્ન કર્યા હતા. 2019માં બંનેના અલગ થવાના સમાચાર આવ્યા હતા.
એવી અટકળો છે કે અવંતિકાથી અલગ થયા બાદ ઈમરાન ફરી પ્રેમમાં પડ્યો છે. હાલમાં જ તે સાઉથ એક્ટ્રેસ લેખા વોશિંગ્ટન સાથે જોવા મળ્યો હતો.
એવું કહેવાય છે કે લેખા વોશિંગ્ટન સાથેનું અફેર ઈમરાનના લગ્ન તૂટવાનું કારણ બન્યું. લેખા પરણિત છે. તેના પતિનું નામ પાબ્લો ચેટર્જી છે.