87 વર્ષના ધર્મેન્દ્રએ શબાના આઝમી સાથે આપ્યો લિપલોક સીન
આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ 'રોકી એન્ડ રાની'ની લવસ્ટોરી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કરણ જોહરની ફિલ્મમાં આલિયા-રણવીરની સિઝલિંગ કેમેસ્ટ્રીની સાથે ધર્મેન્દ્ર અને શબાના આઝમીના રોમાંસની પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
ફિલ્મમાં 87 વર્ષના ધર્મેન્દ્રએ 72 વર્ષની શબાના આઝમી સાથે લિપલોક સીન આપ્યો છે. બંને સ્ટાર્સના લિપલોક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે
ધર્મેન્દ્ર અને શબાજા આઝમીના કિસિંગ સીન પર એક યુઝરે લખ્યું- ધર્મેન્દ્ર અને શબાના આઝમીના લિપલોકની કોઈને અપેક્ષા નહોતી. અમને જોઈને આશ્ચર્ય થાય છે.
અન્ય યુઝરે લખ્યું- ધર્મેન્દ્ર ફિલ્મનો આત્મા છે. ફિલ્મમાં તેની હાજરીનો અર્થ ઘણો છે. મારા માટે તે લિજેન્ડ એક્ટર છે. શબાના આઝમી અને જયા બચ્ચન બંને મહાન સ્ટાર્સ છે. બધાએ સરસ કામ કર્યું છે.
જણાવી દઈએ કે, ફિલ્મમાં ધર્મેન્દ્ર રણવીર સિંહના દાદા બન્યા છે અને તેમની દાદીની ભૂમિકા જયા બચ્ચન ભજવી રહી છે. પરંતુ ધર્મેન્દ્ર-જયા એક છત નીચે અજાણ્યા બનીને રહે છે.
પરિણીત ધર્મેન્દ્રનું દિલ ફરી શબાના આઝમી પર આવે છે. રણવીર અને આલિયા ધર્મેન્દ્ર અને શબાનાને ફરીથી જોડવાનો અને તેમની અધૂરી પ્રેમ કહાનીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
"રોકી અને રાનીની લવસ્ટોરી" ની વાત કરીએ તો, આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.