8 વર્ષનો 'Google Boy', જ્ઞાન જોઈને બિગ-બીના ચોંકી ઉઠ્યા

'કૌન બનેગા કરોડપતિ જુનિયર'માં એક એકથી ચડિયાતા બાળકો પોતાના નોલેજ અને ટેલેન્ટથી લોકોને હેરાન કરી રહ્યા છે.

શોના લેટેસ્ટ એપિસોડમાં વિરાટ અય્યર હોટ સીટ પર પહોંચ્યો. વિરાટનું નોલેજ જોઈને બિગ-બી પણ ચોંકી ઉઠ્યા હતા.

શોમાં વિરાટના વીડિયોમાં ટીચર્સે તેની પ્રશંસા કરતા કહ્યું, તે જલ્દી વસ્તુ કેચ કરી લે છે. સ્કૂલમાં વિરાટ 'Google Boy'ના નામથી જાણીતો છે.

વિરાટ અભ્યાસ સાથે મ્યુઝિક અને ચેસ પણ સારું રમે છે. આટલી નાની ઉંમરે તે 30 એવોર્ડ જીતી ચૂક્યો છે.

ખાસ વાત એ છે કે શોમાં સવાલના ઓપ્શન જાણતા પહેલા જ વિરાટ દરેક સવાલના જવાબ આપતા અમિતાભ પણ ચોંક્યા હતા.

8 વર્ષનો વિરાટ ત્રીજા ધોરણમાં ભણે છે. તે 6 વર્ષે Global Child Prodigy એવોર્ડ જીત્યો હતો. 

શોમાં 8 વર્ષના વિરાટને જોઈને અમિતાભ પણ બોલી ઉઠ્યા- મારી રમતમાં જરૂરત જ શું છે. મારે જતા રહેવું જોઈએ.

વર્લ્ડકપમાં હાર બાદ એક્શન... રોહિતના ભવિષ્ય પર થશે નિર્ણય, છીનવાઈ શકે કેપ્ટનશીપ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો