ટેલિવિઝન પ્રેજેંટર, ફેશન ડિઝાઈનર અને એક્ટ્રેસ 51 વર્ષની મંદિરા બેદી હાલમાં સમાચારોમાં છવાયેલી છે.
એક્ટ્રેસના લગ્ન ફિલ્મમેકર રાજ કૌશલ સાથે થયા હતા, પણ વર્ષ 2021 જૂનમાં તેમનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.
આ પછી મંદિરાએ પોતાના બંને બાળકોને મોટા કર્યા એકલા જ. તેણે 4 વર્ષની દીકરીને દત્તક લીધી હતી. હવે એક્ટ્રેસની બેસ્ટફ્રેંડ આદિત્ય મોટવા સાથેની રોમેંટિક તસવીરો વાયરલ થઈ છે.
જેને પગલે મંદિરા ચર્ચામાં આવી છે. સ્વિમિંગ પૂલમાં આદિત્ય સંગ મંદિરા ઘણી કોઝી નજરે પડી છે. આ ફોટોઝે સોશ્યલ મીડિયા પર બબાલ કરી છે.
બંને માલદીવના વેકેશન પર હતા, ત્યાંથી મંદિરાએ આ ફોટોઝ શેર કરી. જ્યારે વિવિધ કોમેંટ્સ આવવા લાગી તો મંદિરાએ કોમેંટ સેક્શન જ બંધ કરી દીધું.
સાથે જ જ્યારે ફોટોઝ વાયરલ થઈ તો તેણે પુરી પોસ્ટ સોશ્યલ મીડિયાથી ડિલીટ કરી દીધી. પણ ફોટોઝ તો ત્યાં સુધી વાયરલ થઈ ચુકી હતી.
જે ફોટોઝ હાલમાં સોશ્યલ મીડિયા પર છે, તેમાં દેખાય છે કે મંદિરાએ પ્રિંટેડ બિકિની પહેરી છે. ત્યાં આદિત્ય તેની સાથે કોઝી પોઝ આપતો દેખાય છે.
બંને જ સ્વિમિંગપૂલમાં ઘણી મસ્તી કરતા દેખાયા હતા. મંદિરાના બંનેમાંથી એક પણ સંતાન તેની સાથે માલદીવ નથી ગયા.
યૂઝર કહે છે કે, આ ફોટોઝથી શું ખબર પડે? સૂત્રોના હવાલાથી ખબર પડે કે બંને મિત્રતાથી પણ આગળ છે.
રજનીકાંતે 'જેલર'થી કરી તાબડતોબ કમાણી, દેશના સૌથી મોંઘા એક્ટર