રસ્તે ચાલતા શખ્સે કરી છેડતી, 50 વર્ષની એક્ટ્રેસે સંભળાવી આપવીતી

એન્ટરટેઈમેન્ટ ઈન્ડસ્ટ્રીની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસ શેફાલી શાહે પોતાની યંગ એજની એક ઘટના જણાવી છે.

એક્ટ્રેસે કહ્યું, જ્યારે તે નાની હતી અને સ્કૂલેથી પાછી આવતી હતી, ત્યારે એક વ્યક્તિએ તેની છેડતીનો પ્રયાસ કર્યો હતો.

શેફાલીએ આગળ કહ્યું- એક દિવસે હું સ્કૂલથી પાછા આવતી હતી, માર્કેટમાં મારી છેડતી કરાઈ. કોઈ મારી મદદે આગળ ન આવ્યું.

'મારા બે દીકરા છે. આપણે બાળકોને યોગ્ય સંસ્કાર આપવા જોઈએ. આપણે શીખવવું જોઈએ કે છોકરીની મદદ કરવી જોઈએ.'

'કોઈ આ વિશે વાત નથી કરતું કે આપણી દીકરીઓ કેવી રીતે સેફ રહેવી જોઈએ. ઈજ્જક કેવી રીતે મળે અને અમારી છેડતી કેવી રીતે ન થાય.'

'આપણે છોકરાઓના ઉછેર પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણે ધ્યાન આપીશું ત્યારે જ છોકરાઓ શીખશે.'

શું છે કૃતિ સેનનનું રિલેશનશિપ સ્ટેટસ? કહ્યું- હું રોમાન્ટિક છું અને પાર્ટનર... 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો