21 વર્ષે લગ્ન અને 25એ ડિવોર્સ, 8 વર્ષ મોટા હીરોના પ્રેમમાં પડી એક્ટ્રેસ, બોલી- ચિંતા નથી

અદિતિ રાવ હૈદરી ગ્લેમર વર્લ્ડનું જાણીતું નામ છે. હાલમાં જ તેને મુંબઈની એક ઈવેન્ટમાં પરફોર્મ કરતા જોવાઈ હતી.

એક્ટ્રેસે હાલમાં જ સિદ્ધાર્થ સાથે પોતાના રિલેશનને ઓફિશિયલ કર્યા, જે બાદ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

એક ઈન્ટરવ્યૂમાં રિલેશન પર વાત કરતા તેણે કહ્યું-જજમેન્ટ ક્યારેક ખુશી નથી આપતું. પરંતુ હું અંધારામાં પણ પ્રકાશ શોધી લે તેવી વ્યક્તિ છું.

માન્યું કે આપણી આસપાસ ઘણી નેગેટિવિટી છે પરંતુ કેટલીક પોઝિટિવીટી પણ છે. કોઈ બીજાને જજ અને ટ્રોલ કરીને ખુશ રહે છે.

હું લાઈફમાં ખુશ રહેવાનું જાણું છું. કોઈ ટ્રોલ કરે છે તો મને તેનાથી કોઈ ફરક નથી પડતો. મને આવા લોકોની ચિંતા પણ નથી.

ખાસ છે કે અદિતિએ 21 વર્ષે પહેલા લગ્ન સત્યદીપ મિશ્રા સાથે કર્યા હતા. બાદમાં 2013માં તેમણે ડિવોર્સની વાત કન્ફર્મ કરી હતી.

સિદ્ધાર્થના પણ પહેલા લગ્ન સફળ નથી રહ્યા. સિદ્ધાર્થે 2003માં લગ્ન કર્યા હતા અને 2007માં તે પત્નીથી અલગ થઈ ગયો.

સુશાંતના આપઘાત બાદ જેલમાં રિયા સાથે શું થતું હતું? પહેલીવાર એક્ટ્રેસનો ખુલાસો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો