Mukesh Ambaniનું અનંતના લગ્ન પહેલા કેમ વધ્યું ટેન્શન?
મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક જ સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જુલાઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન લંડનના આલીશાન સ્ટોક પાર્ક એસ્ટેટમાં થવાના છે.
પરંતુ તેમના લગ્ન પહેલા જ મુકેશ અંબાણીને મોટું ટેન્શન થઈ ગયું છે. વાસ્તવમાં લગ્નના ખર્ચાની વચ્ચે બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર તેમની સંપત્તિ ઘટી ગઈ છે.
મુકેશ અંબાણીએ અનંત અંબાણીની પ્રી-વેડિંગમાં દિલ ખોલીને કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા, તેમના ખર્ચનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે તેમણે ઈન્ટરનેશનલ પોપ સ્ટારને 45 મિનિટ માટે 74 કરોડ રૂપિયા આપ્યા હતા.
આ સિવાય અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં પૂરા 1250 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. અંબાણી પરિવારે માત્ર ખાવા-પીવા પર જ 200 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
હવે જ્યારે તેમના દીકરાના લગ્નમાં થોડા દિવસો જ બાકી છે, ત્યારે તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે.
અંબાણી પરિવારના દરેક ફંક્શન ખૂબ જ ગ્રાન્ડ હોય છે. આવી સ્થિતિમાં સંપત્તિ ઓછી હોય કે વધારે તેની ફંક્શન પર કોઈ અસર થતી નથી.
બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીને એક દિવસમાં 579 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. એટલે કે એક દિવસમાં 4 હજાર 8 સો 35 કરોડ તેમની સંપત્તિ ઘટી છે.