ap 7

બ્લેક સ્પોર્ટી લૂક... લોન્ચ થઈ નવી APACHE બાઈક, જાણો કેટલી છે કિંમત

image
ap 9

TVS મોટર કંપનીએ આજે ભારતીય માર્કેટમાં જાણીતી સ્પોર્ટ બાઈક Apache RTR 160 નું બ્લેક એડિશન લોન્ચ કર્યું છે.

ap 5

આ નવા ડાર્ક એડિશનને કંપનીએ બે વેરિએન્ટમાં રજૂ કર્યું છે. Apache RTR 160ની કિંમત 1,20,420 છે અને 160 RVની કિંમત 124,870 રૂપિયા છે.

ap 3

TVS Apacheના આ નવા સ્પેશ્યલ એડિશનમાં કેટલાક લૂકમાં ફેરફાર સાથે નવા ફીચર્સ છે, જે તેને રેગ્યુલર મોડલથી અલગ બનાવે છે.

તેમાં કંપનીએ 160ccની ક્ષમતાનું ઓઈલ કૂલ્ડ એન્જિન આપ્યું છે. જે 17.6PS નો પાવર જનરેટ કરે છે.

કંપનીનો દાવો છે કે Apache RTR 160 4V સેગમેન્ટનું સૌથી પાવરફુલ બાઈક છે. તેમાં 3 રાઈડિંગ મોડ્સ, SmartXconnect કનેક્ટિવિટી, LED હેડલેમ્પ અને DRL સાથે વોઈસ આસિસ્ટ જેવા ફીચર્સ છે.

તો Apache RTR 160માં કંપનીએ 3 રાઈડિંગ મોડ્સ (રેન, અર્બન અને સ્પોર્ટ), SmartXonnect કનેક્ટિવિટી, વોઈસ આસિસ્ટ અને LED હેડલેમ્પ જેવા ફીચર્સ આપ્યા છે.

આ ઉપરાંત Apacheમાં અન્ય કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. બ્લેક થીમ અને નવા ગ્રાફિક્સને છોડીને મૂળ ડિઝાઈન પહેલા જેવી જ છે.

TVSનું કહેવું છે કે 60 દેશોમાં ઉપસ્થિતિ સાથે Apache દુનિયાની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્પોર્ટ મોટરસાઈકલ બ્રાન્ડ બની ગઈ છે.