21 MAY 2024
સોના-ચાંદીના ભાવ ફરી એકવાર આસમાને પહોંચવા લાગ્યા છે
છેલ્લા કેટલાક દિવસોમાં ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ તો ચાંદી સોના કરતાં ઘણા આગળ છે
જો આ જ ગતિ ચાલુ રહેશે તો સોના પહેલા ચાંદી રૂ. 1,00,000 પ્રતિ કિલોની કિંમતને વટાવી દેશે
આંતરરાષ્ટ્રીય બજારમાં Silver Price 31.46 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે, જ્યારે ભારતમાં તેની કિંમત 95000 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગઈ છે.
સોમવારે ચાંદીની કિંમત 95,480 રૂપિયા પ્રતિ કિલોની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જોકે મંગળવારે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
MCX અનુસાર, કિંમતોમાં ઘટાડો થવા છતાં, મંગળવારે સમાચાર લખાય છે ત્યાં સુધી, ચાંદી 94,444 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.
દરમિયાન સોમવારે દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં સોનાનો ભાવ 75,000 રૂપિયાને પાર કરી ગયો હતો.
કિંમતોમાં થયેલા વધારા પર નજર કરીએ તો આ વર્ષે સોના કરતાં ચાંદીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. 2024માં અત્યાર સુધીમાં તેમાં 17 ટકાનો વધારો થયો છે.
સોના અને ચાંદીના ભાવમાં વધારા પાછળના કારણો વિશે વાત કરીએ તો, રોકાણકારો સપ્ટેમ્બરમાં યુએસ ફેડ દ્વારા પોલિસી રેટમાં ઘટાડો થવાની અપેક્ષાએ મેટલ્સ પર સટ્ટો લગાવી રહ્યા છે.
આ સિવાય ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુથી સર્જાયેલી રાજકીય અનિશ્ચિતતાની અસર પણ સોના-ચાંદીની કિંમતો પર દેખાઈ રહી છે.
કોમોડિટી એક્સપર્ટના મતે ચાંદીમાં રોકાણ કરવાનો આ સારો સમય છે અને આવનારા સમયમાં તે 1,10,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.