રતન ટાટાનો પરિવાર ડાઉન ટુ અર્થ છે, કોઈ 2BHKમાં રહે છે તો કોઈ ધરાવે છે અબજોની કિંમતની કંપની
સિમોન નવલ ટાટા એ રતન ટાટાના સાવકા માતા અને નવલ ટાટાના બીજી પત્ની છે.
રતન ટાટાના નાના ભાઈ જીમી ટાટા જે ખૂબ સાદાયથી જીવન જીવે છે. મુંબઈના કોલાબામાં 2 BHK ફ્લેટમાં રહે છે.
રતન ટાટાને એક સાવકા ભાઈ પણ છે તેનું નામ નોએલ ટાટા છે. તે પણ ટાટા ગ્રુપમાં શેરહોલ્ડર છે. નોએલ ટાટા 2019 માં ટ્રસ્ટી તરીકે રતન ટાટા ટ્રસ્ટ સાથે સંકળાયા હતા.
નેવિલ ટાટા નોએલ ટાટાના પુત્ર છે. ટાટાની કંપની વેસ્ટસાઇડ, સ્ટાર બજાર અને લેન્ડમાર્ક સ્ટોર્સ જેવી બ્રાન્ડ જુએ છે.
માનસી રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાના પુત્ર નેવિલની પત્ની છે. માનસી અને નેવિલના લગ્ન 2019માં થયા હતા. માનસી વિક્રમ કિર્લોસ્કરની એકમાત્ર પુત્રી છે.