રતન ટાટા કેમ શોધી રહ્યા છે બ્લડ ડોનર?

રતન ટાટા તેમના સ્વભાવના કારણે લોકોની વચ્ચે ખૂબ જ ફેમસ છે. તેઓ હંમેશા અબોલ જીવની મદદ માટે હંમેશા આગળ રહે છે.

તાજેતરમાં જ તેમની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં તેઓ લોકો પાસે મદદ માંગી રહ્યા છે.

વાસ્તવમાં રતન ટાટાએ મુંબઈમાં એક શ્વાન માટે લોકો પાસે મદદ માંગી છે. તેમણે 7 મહિનાના એક શ્વાનની સારવાર માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

જણાવી દઈએ કે, શ્વાન એનિમિયાથી પીડિત છે. જેના માટે બ્લડ ડોનેશનની માંગ કરી છે.

સાથે જ પોસ્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે કેવા પ્રકારના શ્વાનનું બ્લડ લઈ શકાય છે. જોકે, લોકોના પ્રયાસથી શ્વાનને મદદ મળી છે.