15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?

દેશની મુખ્ય ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા કંપની OLA ઈલેક્ટ્રિક સ્કૂટરના મામલામાં આગળ છે. હવે કંપની ઈલેક્ટ્રિક બાઈક સેગેમેન્ટમાં ઉતરવાની તૈયારીમાં છે.

મહિન્દ્રની જેમ OLA પણ દરવર્ષે 15 ઓગસ્ટે એટલે કે સ્વતંત્રતા દિવસે નવી જાહેરાત અને લોન્ચ કરે છે.  આ વખતે પણ કંપનીની મોટી તૈયારી છે.

ઓલા ઈલેક્ટ્રિકના CEO ભાવિશ અગ્રવાલે X પર લખ્યું- આ 15 ઓગસ્ટ મોટી અને ખાસ હશે. બધા આમંત્રિત છે! સંકલ્સ 2024ને રજૂ કરાશે.

તેમણે લખ્યું- અમારો અત્યાર સુધીનો સૌથી મહત્વકાંક્ષી વાર્ષિક કાર્યક્રમ. કાલના ભારત નિર્માણ માટે એક સંકલ્પ. ઓલા ઈલેક્ટ્રિક તરફથી મોટી જાહેરાત કરાશે.

ભાવિશે હાલમાં આવનારા ઈલેક્ટ્રિક બાઈકનો વીડિયો પણ શેર કર્યો છે. એવું મનાય છે કે આ મેગા ઈવેન્ટમાં ઓલાની પહેલી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરાશે.

OLA પાછલા 4 બાઈક્સ ડાયમંડહેડ, રોડસ્ટર, એડવેન્ચર અને ક્રૂઝરનો કોન્સેપ્ટ મોડલથી પડદો ઉઠાવ્યો હતો.

ભાવિશ અગ્રવાલે હાલમાં એક સાઈઝેબલ બેટરી પેકની તસવીર પણ શેર કરી હતી, જે સ્ટીલની ટ્યૂબલર ફ્રેમમાં ઈન્સ્ટોલ કરાઈ હતી. શક્યતા છે કે તેનો ઉપયોગ આગામી બાઈકમાં કરાય.

અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ